ગાંધીનગર: ગાંધીનગરમાં ગુજરાત અને છત્તીસગઢના મંત્રીઓ વચ્ચે મહત્વની બેઠક
મહિલા અને બાળ વિકાસ તથા સમાજ કલ્યાણ ક્ષેત્રે યોજનાઓના અનુભવોની આપ-લે કરવા માટે છત્તીસગઢનાં મંત્રી લક્ષ્મી રાજવાડેએ ગાંધીનગરની મુલાકાત લીધી હતી. સચિવાલય ખાતે મંત્રી મનીષા વકીલ સાથે તેમણે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.