પેરોલ રજા પરથી ફરાર કેદી ઝડપાયો
આ અંગે અમદાવાદ જેલ તરફથી મળેલા પત્રના આધારે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી અને બાતમી મેળવી હતી કે આ ફરાર કેદી અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં આવેલી રવિ પેલેસ હોટેલમાં આશ્રય લઈને બેઠો છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને ત્યાં દરોડો પાડીને ફરાર કેદીને ઝડપી લીધો હતો અને તેની બાકી રહેતી સજા ભોગવવા માટે તેને અમદાવાદ સેન્ટ્રલ જેલ હવાલે કરવાની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. નોંધનીય છે કે આ આરોપી સામે અગાઉ પેરોલ પર ફરાર થયા દરમિયાન વડોદરાના માંજલપુર વિસ્તારમાં પણ હત્યાનો ગુનો નોંધાયેલો છે તેમજ વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, મારામારી અને જેલ કાયદા ભંગના કુલ ૭ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
#factfindernews #DCB #arrested #amdavadgujarat #vadodaracitypolice