રાજકોટના મુસાફર પાસેથી ચાંદી મળી
સંતરાગાચી-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહેલા રાજકોટના ચેતન સોની નામના મુસાફર પાસેથી ૨૦ કિલોથી વધુ વજનની ચાંદી ઝડપાઈ છે. પોલીસે તપાસ કરતા તેની પાસેથી ચાંદીના ૭૨ ચોરસા દાગીના તેમજ ૩.૪૦ લાખ રૂપિયાની રોકડ રકમ મળી આવી હતી, જેથી ચાંદી અને રોકડ મળીને કુલ રૂ. ૫૦,૯૮,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં આ ચાંદી છત્તીસગઢના રાયપુર પાસેના છપા ગામથી રાજકોટ લઈ જવામાં આવી રહી હોવાનું બહાર આવ્યું છે. આ મામલે રેલવે પી.આઈ. જે.એસ. મહીડાના માર્ગદર્શન હેઠળ પોલીસે પકડાયેલા શખ્સ પાસે રહેલા ચાંદીના દાગીનાના કાયદેસરના બિલો અને જીએસટી (GST) દસ્તાવેજોની ખરાઈ કરવા માટે સઘન તપાસ શરૂ કરી છે
#Factfindernews #vadodara #railwaypolice #arrested #silverSmuggling
Vadodara, Vadodara | Oct 7, 2026