વડનગર: પૂરઝડપે આવતી કારે બાઈકને મારી ટક્કર, યુવક ગંભીર રીતે ઘાયલ
મહેસાણા જિલ્લાના વડનગરના કરબટીયા ગામ પાસે કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો છે. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.