ટીબી (ક્ષય રોગ) નાબૂદીના રાષ્ટ્રીય લક્ષ્યને હાંસલ કરવા માટે જનભાગીદારી સર્વોપરી છે. આ જ ઉદ્દેશ સાથે, જામનગર તાલુકાના દરેડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં બેઠકનું આયોજન કરી સ્થાનિક ડોક્ટરોને ટીબી રોગના નિદાનમાં સક્રિય રીતે જોડવા પ્રયાસ કરાયો હતો.દરેડ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મોટી સંખ્યામાં બહારના પ્રવાસી શ્રમિકો મજૂરી અર્થે આવતા હોવાથી આ સમુદાયમાં ટીબી કે અન્ય રોગોની જાગૃતિનો અભાવ અથવા રોગની ગંભીરતા વિશે ઓછું જ્ઞાન હોય છે.