વલસાડમાં ૧૫ લાખનું કાર લોન કૌભાંડ: બનાવટી દસ્તાવેજોથી બેંક સાથે છેતરપિંડી આચરનાર રાજકીય પરિવારના યશ પટેલની ધરપકડ
વલસાડના અતુલ કંચન નગરમાં રહેતા અને રાજકીય તેમજ સામાજિક રીતે વગ ધરાવતા પરિવારના યુવકે બેંક સાથે 15 લાખની મોટો ફ્રોડ આચર્યો હોવાનો સન્સનીખેજ મામલો સામે આવ્યો છે..બનાવટી દસ્તાવેજો ઊભા કરી બેંકનો બોજો દર્શાવ્યા વિના કાર ખરીદી અન્ય વ્યક્તિને વેચી મારવાના કેસમાં વલસાડ પોલીસે આરોપી યશ પટેલની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે..અતુલના કાંચન નગર માં રહેતા અને ઈલેક્ટ્રિકના ધંધા સાથે સંકળાયેલા પૈસાદાર પરિવારના યુવાન યશ પટેલના પિતા રશ્મિક પટેલ અતુલ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચ રહી ચૂક્યા છે. રશ્મિક પટેલનું થોડા વર્ષો અગાઉ અવસાન થયું છે.જ્યારે માતા વલસાડ તાલુકા પંચાયતના માજી સભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે..આરોપી યશ પટેલે વલસાડ આર.ટી.ઓ. કચેરીમાં પોતાની કારનું રજીસ્ટ્રેશન GJ-15-CP-3209 કરાવતી વખતે ચાલકીપૂર્વક બે�
Valsad, Valsad | Aug 6, 2026