કલ્યાણપુર: બરડીયામાં પવનચક્કીમાંથી કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલાયો, 6 આરોપી ઝડપાયા
દેવભૂમિ દ્વારકાના બરડીયા ગામની સુઝલોન કંપનીની પવનચક્કીમાંથી ૧૦૦ કિલો કોપર વાયરની ચોરી કરનાર ૬ આરોપીઓને એલ.સી.બી.એ ઝડપી લીધા છે. પોલીસે ૨.૬૯ લાખનો મુદ્દામાલ જેમાં વાયર, મોટરસાયકલ અને મોબાઈલ ફોન કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.