અમદાવાદ શહેર: સિવિલ ખાતે મચ્છર જન્ય રોગચાળાના કેસ વધ્યા, રાકેશ જોશીએ આપી માહિતી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મચ્છરજન્ય રોગોનો વ્યાપ વધ્યો છે. છેલ્લા બે મહિનામાં ડેન્ગ્યુના કેસોમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે, જેમાં માત્ર સપ્ટેમ્બરમાં જ 315 થી વધુ કેસ નોંધાયા છે. ઊંચા તાવ અને નબળાઈ જેવા લક્ષણો જણાય તો તુરંત ડોક્ટરનો સંપર્ક કરી રિપોર્ટ કરાવવા તબીબોએ ખાસ સલાહ આપી છે.