વર્ષ 2021 માં સરથાણા તુલસી દર્શન સોસાયટીમાં રહેતા ટ્રાવેલ્સ સંચાલક મુકેશ ગજેરા પાસેથી 18.75 લાખ રૂપિયા હાથ ઉછીના લઈ ચિરાગ ગોટીએ પરત નહોતા કર્યા. તેના સાગરીત યુવરાજે પણ એક લાખ પડાવ્યા હતા.જે રૂપિયાની ઉઘરાણી કરતા મુકેશ ગજેરા ના ઘરે આવી લમણે રિવોલ્વર મૂકી પૈસા ભૂલી જવાનું કહી ધમકી આપી હતી. એકબાદ એક ગુના દાખલ થતાં હિંમત દાખવી ટ્રાવેલ્સ ફરિયાદ આપતા પોલીસે ધરપકડ કરી હતી. જેમાં ચિરાગ ગોટી અને તેના ભાઈ નિરાંત ગોટીને સાથે રાખી રિ કન્ટ્રક્શન કર્યું હતું.