ભુજ: માધાપરમાં સગાઈ તોડવાના મનદુઃખમાં હુમલો
Bhuj, Kutch | Aug 16, 2026 માધાપરના ગ્રીનસીટી નવાવાસમાં દીકરીની સગાઈ તોડી પાડવાના મનદુઃખમાં આરોપીઓએ ઘરે જઈ મહિલા પર હુમલો કર્યો હતો. ગળચી પકડી દીવાલ સાથે માથું ભટકાવી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાની ફરિયાદ માધાપર પોલીસ મથકે નોંધાઈ છે. પોલીસે વધુ પૂછતાછા હાથ ધરી છે