ઘાટલોડિયા: રાણીપમાં મનપા કમિશન બંછાનિધિ પાનીએ કર્યુ નિરિક્ષણ
આજે બુધવારે સવારે ૯.૩૦ વાગ્યાની આસપાસ રાણીપ વિસ્તારમાં વરસાદી પાણીના અસરકારક નિકાલ તથા ડ્રેનેજ નેટવર્કને વધુ સુદૃઢ બનાવવા માટે ચાલી રહેલી ચંદ્રભાગા નાળાના ફેઝ-2 અને ફેઝ-3ની કામગીરીની મનપા કમિશન બંછાનિધિ પાનીએ સ્થળ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. તેમજ સંબંધિત અધિકારીઓને કામગીરી ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.