નિકોલમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શાળાના શિક્ષકે લાફો ઝીંકી દીધો..., વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો છે. આ લાફાને કારણે વિદ્યાર્થીના ડાબા કાનમાં લોહી અને સોજો આવી જતાં તેને સંભળાવાનું બંધ થયુ.. આ મામલે બાળકના પિતાએ કૃષ્ણનગર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી