કરજણ: વલણ ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતાં બુટલેગરોમાં ફફડાટ ..
સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમને બાતમી હકીકત મળી હતી કે વલણ ગામે રહેતા મનોજભાઈ ઠાકોરે ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા માટે મંગાવી પોતાના રહેણાંક મકાનમાં રાખેલ છે.જે અંગેની મળેલી બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જેની કુલ કિંમત રૂપિયા 95,500નો મળી આવ્યો હતો.જ્યારે સ્થળ પરથી બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.પોલીસે 2,70,620નો મુદ્દામાલ કબ્જે કર્યો.