કરજણ: ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને લઈને કરજણમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવામાં આવી.
ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેના ભાગરૂપે કરજણ પોલીસ દ્વારા નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલ ની ઉપસ્થિતિમાં બપોરે કરજણ નગરમાં ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ફ્લેગમાર્ચ કરજણ નગરના અલગ અલગ વિસ્તારમાં યોજાઈ હતી.જેમાં કરજણ પી.આઇ.એ.કે.ભરવાડ સહિત પોલીસ કર્મીઓ જોડાયાં હતાં.