કરજણ: મેથી ગામે ઘર ની બાજુમાં આવેલ 30 ફુટ ઉંડી ડબકમાં પડેલાં એક સ્ટ્રીપ કીલબેક સાપનું ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યું કરવામાં આવ્યુ
કરજણ તાલુકાના મેથી ગામે રહેતા ઘનશ્યામભાઈ મારૂ ના નવા ઘર ની બાજુમાં આવેલ આશરે 30 ફુટ ઉંડી પાણીની ડબકમાં સવારે 9.30 કલાકે એક સ્ટ્રીપ કીલબેક સાપ પડ્યો હતો.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાતાં તેઓ તાત્કાલિક મેથી ગામે પહોચી ઉંડી ડબકમાં પડેલ સ્ટ્રીપ કીલબેક સાપને ભારે જહેમત ઉઠાવી તેને વન વિભાગને સુપરત કરવામાં આવ્યો હતો.