પાટણ વેરાવળ: વેરાવળ: ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ ૧૦ કલાકની મહેનત બાદ કાબૂમાં
વેરાવળના ગોકુલનગરમાં આવેલી ભંગારની બે દુકાનમાં લાગેલી ભીષણ આગ પર ૧૧ કલાકની જહેમત બાદ ફાયર વિભાગે કાબૂ મેળવ્યો છે. ૧.૬૦ લાખ લીટર પાણીનો મારો ચલાવી જવાનોએ મોટી દુર્ઘટના ટાળી હતી. આ ઉપરાંત તહેવારો દરમિયાન અન્યત્ર લાગેલી આગની ઘટનાઓમાં પણ ફાયર વિભાગે ત્વરિત કામગીરી કરી છે.