ગાંધીનગર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાદગી: સરકારી કાફલો છોડી સામાન્ય એસ.ટી. બસમાં કરી મુસાફરી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કલોલના નારદીપુર અને ગોલથરા ખાતેના કાર્યક્રમમાં જવા માટે સરકારી કાફલાને બદલે સામાન્ય એસ.ટી. બસનો ઉપયોગ કર્યો. મુસાફરી દરમિયાન તેમણે સહપ્રવાસીઓ સાથે ગ્રામ્ય વિકાસ અને પ્રાકૃતિક કૃષિ જેવા વિષયો પર સંવાદ કર્યો હતો.