ગારિયાધાર: ગારિયાધાર તાલુકાના મોરબા ગામે આવેલી એક આશ્રમશાળામાંથી બે બાળકો અચાનક ગુમ થવાની ઘટના સામે આવી
ગારિયાધાર તાલુકાના મોરબા ગામે આવેલી એક આશ્રમશાળામાંથી બે બાળકો અચાનક ગુમ થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવને પગલે માતા-પિતા તેમજ સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, બંને બાળકો આશ્રમમાં રહેતા હતા અને અચાનક ગાયબ થઈ જતા આશ્રમ સંચાલકો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી. બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પરિ