સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થતા ગાંધીનગરના કોબા ખાતે આવેલ શ્રી કમલમ ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે વિજય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પ્રદેશના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ફટાકડા અને ગરબે રમીને ઉજવણી કરી હતી. મોટી સંખ્યામાં મહિલા મોરચાના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા