ગાંધીનગર: ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકમાંથી 20 બેઠક ભાજપ અને કોંગ્રેસે 8 બેઠક ઉપર જીત મેળવી
ગાંધીનગર તાલુકા પંચાયતની ચૂંટણી પરિણામ આજે આવી ગયા છે. વહેલી સવારથી જ પરિણામ આવવાના શરૂ થયા હતા. પરંતુ પહેલી બેઠક અડાલજ-1ની ભાજપ જીતી લીધી ભાજપનું ખાતું ખોલ્યું હોતું. તાલુકા પંચાયતની કુલ 28 સીટોના પરિણામ જાહેર થઈ ગયા છે જેમાં ભાજપે 20 સીટ પર વિજય મેળવી છે. ત્યાર બાદ કોંગ્રેસે 8 ઉમેદવારોએ જીત મેળવી કોંગ્રેસનું નામ બરકરાર રાખ્યું છે.