ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત નશામુક્તિ અભિયાન વાનનું પ્રસ્થાન કરાવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય અને ભારત સરકાર ના સામાજિક ન્યાય તથા અધિકારીતા મંત્રાલય આયોજિત નશામુક્ત ભારત અભિયાનની સેવા યોજના વાનનું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું હતું. તેમણે આ વાનને પ્રસ્થાન કરાવીને નશામુક્ત ભારત અભિયાનનો રાજ્ય વ્યાપી શુભારંભ પણ કરાવ્યો હતો. આ અભિયાન ગુજરાતમાં ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ અંબાજીથી શરૂ થવાનું છે.