ગાંધીનગર: તાલુકા પંચાયતમાં જીત મેળવાનાર ઉમેદવારોએ સેક્ટર 15માં કોલેજ બહાર આતશબાજી કરી
ગાંધીનગર તાલુકા પંચાયતમાં જીત મેળવાનાર ઉમેદવારોએ અતિષબાજી કરી હતી. સે- 15 ની કોલેજ બહાર કોંગ્રેસ ભાજપના જીતેલા ઉમેદવારો એ ઢોલ નગાડા સાથે જશ્ન મનાવ્યો હતો. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે હારેલા ઉમેદવારો નિરાશા લઈને પાછા ફર્યા હતા. કુલ 28 બેઠકમાંથી 8 બેઠક કોંગ્રેસ અને 20 બેઠક ભાજપે કબ્જે કરી છે. આ વખતે પંચાયતમાં ભાજપ બહુમતીના જોરે શાસન કરશે.