કાલોલ: મોટી શામળદેવી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવમાં 27 બાળકોને મામલતદારની હાજરીમાં પ્રવેશ અપાયો
કાલોલ તાલુકાની મોટી શામળદેવી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં આંગણવાડીમાંથી બાલવાટિકા અને ધોરણ-૧માં પ્રવેશ મેળવનાર નવીન બાળકોને આવકારવા માટે કાલોલ મામલતદાર વિકાસ પટેલ અને પુર્વ તાલુકા પંચાયત સભ્ય ડૉ. કિરણસિંહ પરમાર, સી.આર.સી કોર્ડીનેટર અક્ષયભાઈ પટેલ, સરપંચ મહેશભાઈ પરમાર સહિત શાળા પરિવાર, ગામનાં આગેવાનો અને ગામમાંથી બાળકોના વાલીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.