ભરૂચ: ભરૂચના જૂના ઝાડેશ્વરમાં મંડપ અને ડેકોરેશનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
ભરૂચના જૂના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલા મંડપ અને ડેકોરેશનના ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આગમાં ગોડાઉનમાં રાખેલો તમામ સામાન બળીને ખાક થઈ ગયો છે. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે.