વડોદરાની યુવતીને મુંબઈ લઈ જઈ દારૂ-ડ્રgસ આપી સામૂહિક દુષ્કર્મનો આક્ષેપ: વાપીની હોસ્પિટલમાં ભાંડો ફૂટ્યો, 2 ઝડપાયા
વડોદરાની 20 વર્ષીય યુવતીને મુંબઈ લઈ જઈ હોટલમાં દારૂ અને ડ્રgસનું સેવન કરાવી સુરતના 4 અને વડોદરાના 1 મળી કુલ 5 યુવકોએ સામૂહિક દુષ્કર્મ આચર્યાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. મુંબઈથી કાર મારફતે પરત ફરતી વખતે વધુ પડતા નશાના કારણે યુવતીની તબિયત લથડતાં આ શખ્સો તેને સારવાર અર્થે વાપીના છરવાડા સ્થિત હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબને શંકા જતાં સમગ્ર મામલાનો ભાંડો ફૂટ્યો હતો.
તબીબ દ્વારા જાણ કરવામાં આવતાં વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યો હતો અને યુવતીની પૂછપરછના આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી વડોદરાના શફાન ઝફર શેખ અને સુરતના ફરીદ વાહીદ કોઠીયાવાલાની ધરપકડ કરી કોર્ટમાંથી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે અન્ય 3 આરોપીઓ ફૈઝાન મુલતાની, વસીમ અને સલમાન હ�
Vapi, Valsad | Sep 30, 2026