પોરબંદર: કોલીખડા ગામે માનસિક બીમારીથી પીડાતી ૨૮ વર્ષીય યુવતીનું કૂવામાં પડતા મોત
પોરબંદરના કોલીખડા ગામે માનસિક બીમારીથી પીડાતી ૨૮ વર્ષીય હીરીબેન સરમણભાઈ હુણનું કૂવામાં પડી જવાથી મોત થયું છે. તેઓ પરિવારને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. ઉદ્યોગનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.