ગાંધીનગર: વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ શરૂ, હર્ષ સંઘવીએ કરી સમીક્ષા બેઠક
ગુજરાતને વૈશ્વિક રોકાણનું કેન્દ્ર બનાવવા માટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ની તૈયારીઓ શરૂ થઈ છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સમિટના આયોજન અને રોકાણકારોને આકર્ષવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.