ગુજરાત સરકારનો મોટો નિર્ણય ખેડૂતો માટે મોટી ખુશખબર!
રાજ્યના ખેડૂતો, જમીન માલિકો અને ડેવલપર્સ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 75 વર્ષ જૂના 'ટુકડા ધારા-1947'માં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા મહત્ત્વપૂર્ણ સુધારાને ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતાની સાથે જ રાજ્યભરમાં તેનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે 10 ગુંઠાથી મોટા જમીનના ટુકડાનું વેચાણ કોઈપણ જાતના દંડ કે પ્રીમિયમ વગર નિયમિત કરી શકાશે. આ વટહુકમના અમલથી ભૂતકાળમાં થયેલા તમામ ગેરકાયદેસર જમીનના ટુકડાઓને સરકાર કોઈપણ પ્રકારના દંડ કે પ્રીમિયમ વગર નિયમિત કરી શકશે. આ નિર્ણયનો સૌથી વધુ ફાયદો શહેરો અને તેની આસપાસના શહેરી-અર્ધશહેરી ક્ષેત્રોમાં વિકાસ તેમજ સંપાદનને કારણે ટુકડા થયેલી જમીન ધરાવતા ખેડૂતો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને થશે.
#GujaratGovernment #Farmers #LandLaw #GujaratNews #RealEstate #LandOwners #HumDekhengeNews