દમણગંગા નદી રૌદ્ર સ્વરૂપમાં: મધુબન ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતાં વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ, ચેતવણી છતાં માછીમારી કરવા લોકો ઉમટ્યા
વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે મધુબન ડેમમાં પાણીની આવકમાં વિસ્ફોટક વધારો થયો છે. આજે સવારે 8 વાગ્યાને 30 મિનિટે ડેમમાંથી તબક્કાવાર રીતે 1,50,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું. આ પ્રચંડ જળરાશિ છોડાતા જ દમણગંગા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે અને નદી ઉફાન પર છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે અને નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા તથા સતર્ક રહેવા કડક સૂચના આપવામાં આવી છે. દમણગંગા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા અગાઉથી જ ચેતવણી જાહેર કરીને તમામ સંબંધિત વિભાગો, ગ્રામ પંચાયતો, તલાટીઓ અને સરપંચોને લોકોને સાવચેત કરવા અને નદી કિનારે અવરજવર બંધ કરાવવા આદેશ અપાયા હતા.
પર�
Vapi, Valsad | Jul 8, 2026