ગાંધીનગર: મોબાઈલ વાપરવા મુદ્દે રૂમ પાર્ટનરે કરી યુવકની હત્યા, પોલીસે આરોપીને ઝડપ્યો
ગાંધીનગરના શાહપુરમાં શ્રમિક યુવકની હત્યાનો ભેદ ડભોડા પોલીસે ઉકેલ્યો છે. મોબાઈલ વાપરવા બાબતે થયેલી તકરારમાં રૂમ પાર્ટનર શ્યામલ બાગડીએ પથ્થર મારી રબિ તમલ બિત્તરની હત્યા કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.