અમરેલી શહેર: અમરેલી: કોર્ટના સજા વોરંટમાં નાસતા ફરતા આરોપીને એલસીબીએ ઝડપ્યો
Amreli City, Amreli | Sep 26, 2026
અમરેલી એલસીબીએ બગસરા ફેમિલી કોર્ટના ભરણપોષણના કેસમાં સજા વોરંટમાં નાસતા ફરતા આરોપી અલ્પેશ જયંતિભાઈ પટેલને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. આ કાર્યવાહી ભાવનગર રેન્જ આઈજી અને અમરેલી એસપીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.