જેતપુર પાવી: જેતપુર પાવીના કાવરામાં પીવાના પાણી માટે 6 નવા ટેન્કરનું વિતરણ
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના કાવરા ખાતે સાઢલી ગ્રામ પંચાયતના ગામો માટે 6 પાણીના ટેન્કરનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા અને જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.