છૂટક ગાંજો વેચતો ઝડપાયો, સપ્લાયર વોન્ટેડ
કારેલીબાગ વિસ્તારમાં ખુલ્લામાં છૂટક ગાંજાનું વેચાણ કરતા એક શખ્સને ૪૪૩ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીના આધારે આર્ય કન્યા શાળાની પાછળ પાર્વતી નિકેતન સોસાયટી ખાતે રહેતા મનોજભાઈ રામચંદ્રભાઈ કહાર (ઉં.વ. ૪૦) ને તેના ઘરની બાજુમાં આવેલ મંદિર નજીકથી દરોડો પાડી પકડી લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી ૪૪૩ ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો (કિંમત ₹૨૨,૧૫૦/-), કાળી થેલી તથા ૨૬૪ પારદર્શક પડીકીઓ (કિંમત ₹૧૦૦/-) અને એક મોબાઈલ ફોન (કિંમત ₹૫,૦૦૦/-) મળી કુલ ₹૨૭,૧૫૦/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે; આ મામલે ગાંજાનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ આરોપી વાજીદ સરફુદ્દીન શેખ (રહે. કુંભારવાડા ગટરનાળા પાસે, વડોદરા) ને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી
#factfindernews #drugspeddler #arrested #LCBzone4 #vadodaracityPolice