વાપી બલીઠા અંડરપાસમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા ડીવાયએસપીનું સ્થળ નિરીક્ષણ: ટ્રાફિક જામ નિવારવા નવું સર્કલ બનાવવા આપ્યું માર્ગદર્શન. વાપીના અત્યંત વ્યસ્ત ગણાતા બલીઠા અંડરપાસ વિસ્તારમાં દરરોજ સર્જાતી ટ્રાફિકની જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આ ટ્રાફિક જામની સમસ્યાના નિવારણ અર્થે વાપીના નાયબ પોલીસ અધિક્ષક (DySP) શ્રી BN દવે દ્વારા એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. તેમણે વાપી મહાનગરપાલિકાના સિનિયર ઇજનેર (એન્જિનિયર) તેમજ સ્થાનિક ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ને સાથે રાખીને બલીઠા અંડરપાસ અને તેની આસપાસના પ્રભાવિત વિસ્તારોનું સઘન સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
આ સંયુક્ત નિરીક્ષણ દરમિયાન ડીવાયએસપી શ્રી દવેએ ટ્રાફિકની મુખ્ય કડીઓ અને વાહનોના ભારણનો બારીકાઈથી અભ્યાસ કર્યો હતો. તેમણે આગામી સમયમાં જે બાજુ સૌથી વધુ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, ત્યાં વાહનોની અવરજવરને સુવ્યવસ્થિ�
Vapi, Valsad | Jun 19, 2026