ધોળકા: ધોળકા ખાતે દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા હજ યાત્રીઓ માટે તાલીમ કેમ્પ યોજાયો
આજરોજ તા. 05/04/2026, રવિવારે સવારે 10 થી સાંજના 5 વાગ્યા દરમ્યાન ધોળકા ખાતે પીર હઝરતશાહ દાદા ની દરગાહ કમ્પાઉન્ડમાં ચિસ્તીયા હોલમા દાવતે ઇસ્લામી સંસ્થા દ્વારા હજ યાત્રીઓ માટે તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ હજ યાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમને નિષ્ણાંતો દ્વારા હજ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.