અમરેલી શહેર: અમરેલીમાં સેવા સંકલ્પ અભિયાન: રાજ્યમંત્રીએ લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
Amreli City, Amreli | Sep 27, 2026
અમરેલીમાં કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભાર્થીઓ સાથે મુલાકાત કરી. ૧૭ ઓક્ટોબર સુધી ચાલનારા 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત વિવિધ યોજનાઓ દ્વારા આવેલા હકારાત્મક બદલાવ અંગે લાભાર્થીઓએ ખુશી વ્યક્ત કરી.