વડોદરામાં ડ્રગ્સ માફિયાઓ પર તવાઈ: સોમા તળાવ બ્રિજ પાસે ગાંજા સાથે શખ્સ ઝડપાયો, 77,900નો મુદ્દામાલ જપ્ત!
વડોદરા શહેરને નશા અને ડ્રગ્સના દૂષણમાંથી મુક્ત કરવાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરના આદેશ અનુસાર, કપુરાઈ પોલીસે એક મહત્વની સફળતા મેળવી છે. કપુરાઈ પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી ગુપ્ત બાતમીના આધારે સોમા તળાવ બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન, કાળા રંગની એક્ટિવા (GJ-06-QH-9200) પર આવી રહેલા લાલસિંહ ઉર્ફે લાલો કનુભાઈ રાઠોડને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી. તપાસમાં તેની પાસે રહેલી થેલીમાંથી 558 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજો, એક્ટિવા અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ 77,900 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે સુરતનો અશ્વિનીકુમાર નામનો ઈસમ વોન્ટેડ જાહેર થયો છે.
#factfindernews #NDPS #kapuraiPolice
#arrested #vadodara
Vadodara, Vadodara | Jul 10, 2026