ગારિયાધાર: ગારિયાધારમાં વન વિભાગની કાર્યવાહી : 22 પોપટને મુક્ત કરાવ્યા, આરોપીઓ સામે ગુનો નોંધાયો
ગારિયાધારમાં વન વિભાગની કાર્યવાહી : 22 પોપટને મુક્ત કરાવ્યા, આરોપીઓ સામે ગુનો નોંધાયો ગારિયાધાર વન વિભાગની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળ કાર્યવાહી હાથ ધરી ગેરકાયદેસર રીતે પાંજરામાં કેદ રાખવામાં આવેલ 22 જેટલા પોપટને મુક્ત કરાવ્યા છે. તેમજ જવાબદાર ઇસમો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ, ગારિયાધાર ખાતે મસ્જિદની બાજુમાં આવેલા ગંગા રેસ્ટોરન્ટ ઉપરના રહેણાંક મકાનમાં રહેતા