દાહોદ જિલ્લા અદાલતમાં ભવ્ય નેશનલ લોક અદાલત યોજાઈ
નામદાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લા અદાલત ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એચ.જી. વાઘેલાના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના કેસોનું સમાધાન દ્વારા નિરાકરણ કરવામાં આવ્યું.
નેશનલ લોક અદાલતમાં કુલ 30,355 કેસો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી 13,182 કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો. કુલ રજૂ થયેલા કેસોમાંથી અંદાજે 43 ટકા કેસોનું સમાધાન થયું હતું.
આ લોક અદાલત દરમિયાન કુલ રૂ. 4,54,02,781ના સેટલમેન્ટ કરવામાં આવ્યા, જેના કારણે અનેક પક્ષકારોને લાંબી કાયદાકીય પ્રક્રિયામાંથી રાહત મળી હતી.
નેશનલ લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય પરસ્પર સમાધાન અને સહમતિથી વિવાદોનો ઝડપી અને સરળ ઉકેલ લાવવાનો છે. "કોઈનો જય
Dohad, Dahod | Jul 11, 2026