રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે વાપી કોંગ્રેસ દ્વારા સરકારી શાળાના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું. વાપી શહેર કોંગ્રેસ સમિતિ અને યુવા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે, તારીખ 19 જૂન 2026 ને શુક્રવારના રોજ કોંગ્રેસના નેતા અને લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસ નિમિત્તે એક વિશેષ સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે વાપી વિસ્તારની આંગણવાડી અને પ્રાથમિક સરકારી શાળાના નાના ભૂલકાઓને અભ્યાસમાં મદદરૂપ થવા માટે “સ્કૂલબેગ વિતરણ” કરવામાં આવ્યું હતું.
આ સેવાકીય કાર્યક્રમમાં વાપી કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો, વાપી મહાનગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો તેમજ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડેલા ઉમેદવારો, પ્રદેશ અને જિલ્લા સ્તરના હોદ્દેદારો, કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, મહિલા પાંખના હોદ્દેદારો તેમજ મોટ
Vapi, Valsad | Jun 20, 2026