ધરમપુરમાં દારૂના કેસમાં પકડાયેલા એક બુટલેગર પાસેથી લાંચ માંગવાના મામલે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ ટ્રેપ ગોઠવી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે, જ્યારે એક ASI ફરાર થતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
ફરિયાદીએ ASIનો સંપર્ક કરતાં ASIના કહેવાથી પોલીસ કોન્સ્ટેબલ રમેશભાઈ યશવંતભાઈ ભોયા લાંચની રકમ લેવા આવ્યો હતો.
જાહેર રોડ પર ₹5,000 સ્વીકારતા જ ACBએ તેને રંગેહાથ ઝડપી લીધો.
ટ્રેપની જાણ થતાં ASI કિશોરભાઈ ગાંવિત સ્થળ પરથી ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કરાયો છે.
ACB દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
#ACB #valsadpolice #breakingnews #vapiupdate #police
Vapi, Valsad | Jun 3, 2026