આણંદ શહેર: લૂ લાગવાથી બચીએ, તકેદારીના પગલાં લેવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીનો અનુરોધ
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, આણંદ ના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ, પેટલાદ અને આણંદ તથા ૧૪ - સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હિટસ્ટ્રોકના કારણે બિમાર દર્દીઓની સારવાર કરવા વ્યવસ્થા કરવામાં આવી છે, આ ઉપરાંત આણંદ જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવારની વ્યવસ્થા અને ખાસ તાલીમ આરોગ્ય વિભાગના કર્મચારીઓને આપવામાં આવી છે