ગોધરા: ગોધરા શહેરના મૌલાના આઝાદ રોડ વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલભાઈ બહેન પર હુમલો, ૫ શખ્સો સામે ગુનો દાખલ
મૌલાના આઝાદ સ્કૂલ પાસે આરોપી અખ્તર અસલમ ભોલ અન્ય એક વ્યક્તિ સાથે મારામારી કરી રહ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતા ફીરદોસ અબ્દુલરહેમાન શેખ અને તેમના બહેન અસ્મા ફેસલ સુજેલા આ ઝઘડો છોડાવવા વચ્ચે પડ્યા હતા. આ બચાવ કામગીરીથી ઉશ્કેરાઈને આરોપી અખ્તર અસલમે ભાઈબહેનને ગાળો આપી ગડદાપાટુનો માર માર્યો હતો.આ દરમિયાન ત્યાં અન્ય ચાર ઇસમો—ફરીદ ઉર્ફે બાદશાહ, ફઝલ, ફરીદા અને અનીસા પણ ધસી આવ્યા હતા. આ પાંચેય આરોપીઓએ એકબીજાની મદદથી ભાઈબહેન સાથે મારપીટ કરી હતી અને જતી