બોટાદ શહેર: જિલ્લામાં જૂન માસ દરમિયાન સાયબર ફ્રોડનો ભોગ બનનાર લોકોના 28 લાખ પૈકી 19 લાખ પરત અપાવ્યા
Botad City, Botad | Jul 6, 2025
બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોના 61 લોકો સાથે જુન માસ દરમિયાન ઓનલાઈન ફ્રોડ 28.47 લાખનું થયું હતું.આ ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનાર તમામ લોકોએ બોટાદ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદના આધારે તપાસ કરી ભોગબનનાર 61 લોકોને રૂ 19.44 લાખ (68%) રકમ પરત અપાવી.ઓનલાઈન ફ્રોડ માં રકમ પરત મેળવનાર તમામ લોકોએ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસનો આભાર માન્યો.