દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના થેરકા ગામે સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે થયેલ ઝઘડા તકરારમાં બંન્ને પક્ષો વચ્ચે લાકડીઓ તેમજ છુટ્ટા હાથની મારામારીમાં આઠ જેટલા વ્યક્તિઓને શરીરે ઈજાઓ પહોંચી હોવાનું જ્યારે આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ઝાલોદના થેરકા ગામે ભાભોર ફળિયામાં રહેતાં સંજયભાઈ વાલસીંગભાઈ ભાભોરે ઝાલોદ પોલીસ મથકે નોંધાંવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, ગત તા.૦૮મી જુલાઈના રોજ સંજયભાઈ ભાભોર તથા તેમની સાથે હકલાભાઈ મનસુખભાઈ ભાભોર, સુમનભાઈ સુરસીંગભાઈ ભાભોર તથા સમુભાઈ મનસુખબાઈ ભાભોરનાઓ થેરકા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તે સમયે ત્યાં હાથમાં લાકડી લઈ આવેલ ગામમાં રહેતાં મકનભાઈ ટીટાભાઈ ભાભોર, મિતેશભાઈ ગજાભાઈ ભાભોર, શકનભાઈ વજાભાી ભાભોર, નિતેશભાઈ ટીટાભાઈ ભાભોર અને શૈલેષભાઈ ગજાભાઈ ભાભોરનાઓએ સંજયભાઈ ભાભોર તથા તેમની સાથેના માણસો સાથે અગમ્યકારણોસર ઝઘડો તકરાર કરી, બેફામ ગ�
Dohad, Dahod | Jul 11, 2026