તળાજા: મોટા ગોપનાથ મહાદેવ ખાતે ભાદરવી અમાસનો પરંપરાગત મેળો યોજાયો
મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે ભાદરવી અમાસ નિમિત્તે વર્ષોની પરંપરા મુજબ પાતીગળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે 11 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ સાંજે 4 વાગ્યાના અરસામાં મોટા ગોપનાથ મહાદેવ મંદિર ખાતે યોજાયેલા પરંપરાગત મેળામાં આસપાસના ગામો સહિત દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ભાદરવી અમાસના પાવન પ્રસંગે શ્રદ્ધાળુઓએ મોટા ગોપનાથ મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. મેળાને લઈને મંદિર પરિસરમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ જોવા મ