ધાનેરા: બનાસકાંઠા LCBએ ધાનેરાથી 1595 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે 8.47 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
બનાસકાંઠા LCB એ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે. પોલીસે હ્યુન્ડાઈ ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ 8,47,587 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં 1595 બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે, જેની કિંમત 3,47,587 રૂપિયા છે.