ઉના: એસ.ટી. બસના ડ્રાઈવરે બુટલેગર પાસેથી લીધી દારૂની ડિલિવરી, વીડિયો વાયરલ
ગીર સોમનાથના ઉના ડેપોમાં જૂનાગઢ-રાજુલા એસ.ટી. બસના ડ્રાઈવરનો બુટલેગર પાસેથી દારૂ લેતો વીડિયો વાયરલ થયો છે. ડ્રાઈવરનો આલ્કોહોલ ટેસ્ટ પોઝિટિવ આવતા રાજુલા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જેનાથી મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.