તળાજા: છેલ્લા 13 વર્ષથી બોરડા ગામે સનાતન પરંપરા યજ્ઞ: માયાભાઈ આહિરની શિવ આરાધના
ભાવનગર જિલ્લામાં શ્રાવણ માસ દરમિયાન ધાર્મિક આસ્થા અને સનાતન પરંપરાનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. બોરડા ગામે લોકસાહિત્યકાર શ્રી માયાભાઈ આહિર દ્વારા મૌન અનુષ્ઠાન સાથે શિવ ઉપાસના કરવામાં આવી રહી છે. બોરડા ગામે શ્રાવણ માસ દરમિયાન હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી માયાભાઈ આહિર સનાતન પરંપરા મુજબ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી રહ્યા છે. ગોહિલવાડ અને સૌરાષ્ટ્રના લોકસાહિત્ય તથા સંસ્કૃતિ ગાન માટે જાણીતા શ્રી માયાભાઈ આહિર શ્રાવણ માસ ત