ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બંધારણ દિવસની ઉજવણી, વિદ્યાર્થીઓ ચર્ચા-પરિસંવાદમાં જોડાશે
26 નવેમ્બરે ગુજરાત વિધાનસભામાં બંધારણ દિવસની ઉજવણી થશે. વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાશે. લો કોલેજના વિદ્યાર્થીઓ માટે ચર્ચા-પરિસંવાદનું આયોજન કરાયું છે. મંત્રીઓ, ધારાસભ્યો અને વિદ્યાર્થીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહેશે.